જૂનાગઢ: પ્રેમાનંદ વિદ્યામંદિર ખાતે જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
પ્રેમાનંદ વિદ્યામંદિરમાં જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા ઓપરેશન સિંદુરની ભવ્ય સફળતા બાદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અંતર્ગત મહારક્તદાન કેમ્પ યોજાયો. સવારથી જ મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહી પોતાના અમૂલ્ય રક્તનું દાન આપ્યું. કર્મચારીઓ અને અધિકારીઓના સહકારથી ૫૦૦થી વધુ બોટલ રક્ત એકત્રિત કરીને સિવિલ હોસ્પિટલને અર્પણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો.