હજીરા વિસ્તારમાં આવેલ તળાવમાંથી અજાણ્યા યુવકની લાશ મળી,હત્યા કે પછી આત્મહત્યા ઘેરાતું રહસ્ય
Majura, Surat | Oct 11, 2025 હજીરા વિસ્તારમાં આવેલ એક તળાવમાંથી શુક્રવારે સાંજના સમયે અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી.ટાટા કોલોની પાછળ આવેલ તળાવમાં લાશ પડી હોવાની જાણ સ્થાનિક લોકો દ્વારા પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવી હતી.જે અંગેની જાણ થતાં ફાયર વિભાગ અને હજીરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને લાશનું રેસ્ક્યુ કર્યું હતું.લાશને પીએમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.જ્યાં યુવકની હત્યા કે પછી આત્મહત્યા તેને લઈ વધુ તપાસ હજીરા પોલીસે હાથ ધરી છે.