ચોટીલા: ચોટીલામાં ડેપ્યુટી કલેક્ટરે ભાવ અને લાયસન્સની કરી ચકાસણી, વેપારીઓને સૂચના પણ આપી ભાવ બાબત મીઠાઈ-ફટાકડાની દુકાનોમાં તપાસ
ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ આજે શહેરમાં આવેલી મીઠાઈ અને ફટાકડાની દુકાનોમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ તપાસ મીઠાઈના ભાવ અને ફટાકડાના વેચાણ માટેના લાયસન્સની ચકાસણી કરવા માટે કરવામાં આવી હતી. વેપારીઓ દ્વારા ગ્રાહક પાસેથી મીઠાઈના ભાવ નક્કી કરેલા છે તે ઉપરાંત વધુ ભાવ લેવાતા નથી ને અને ફટાકડાની દુકાનમાં લાયસન્સ ધારકોને લાયસન્સ કર્યા છે તે સિવાય કોઈ અન્ય ફટાકડાનું વેચાણ કરતા નથી ને તે અંગે પ્રાંત અધિકારી દ્વારા તપાસ હાથ ધરી હતી