ભટાર અલથાણ રોડ પર કચરાના ઢગમાં વિશાળ આગ,ફાયર વિભાગે ભારે જહેમત બાદ મેળવ્યો કાબુ
Majura, Surat | Oct 13, 2025 સોમવારે બપોરે ત્રણ કલાકે ભટાર સ્થિત અલથાણ રોડ કચરાના ઢગ માં અચાનક વિશાળ આગ ફાટી નીકળતા ઘટનાની જાણ સુરત ફાયર વિભાગને કરવામાં આવી હતી.ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચેલી ફાયર વિભાગની ટીમે પાણીનો એકધારો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.જો કે આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગને ભારે જહેમત ઉઠાવવાનો વારો આવ્યો હતો.આગના પગલે ધુમાડાના ગોટેગોટા પ્રસરતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો.જ્યાં અંતે આગ પર કાબુ મેળવતા લોકોએ રાહત અનુભવી હતી.