મહેસાણામાં ગઈકાલે સાંજે લાખવાડી ભાગોળ છે જતા રોડ પર ખારી નદી પાસેથી રોડની વચ્ચે એક કપાયેલી હાલતમાં અજાણ્યા વ્યક્તિનો પગ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી જોકે પોલીસે ઊંડી તપાસ કરતા સામે આવ્યું હતું કે મહેસાણાની લાયન્સ હોસ્પિટલના ડોક્ટરે પગ કાપ્યો હતો જમીનમાં દાટવામાં આવ્યો હતો પરંતુ કુતરાએ બહાર લઈને આવતા રોડ પર નજરે પડતા લોકોમાં ભારે દહેજ ફેલાઈ હતી.