વડાલી: શહેરના ઉમિયા પાર્ક નજીક હાઇવે રોડ પર બાઈક ચાલક ને નડ્યો અકસ્માત,એક નું મોત,એક વ્યક્તિ ઘાયલ.
વડાલી શહેરના ઉમિયા પાર્ક નજીક બાઈક ચાલકને નડ્યો અકસ્માત ધામડી નું દંપતિ ઈડર તરફથી વડાલી તરફ આવી રહ્યું હતું તે દરમિયાન ગઈકાલે સાંજે 8 વાગ્યા ના સુમારે વાહન ચાલકે બાઈક ચાલકને ટક્કર મારતા નીચે પટકાયા હતા.જેમાં એકનું મોત થયું તો એક ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક ઈડર ની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે વડાલી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.