વડોદરા પશ્ચિમ: લાલબાગ બ્રિજ નીચે દંડા ઉછળ્યા,શ્રમિકો વચ્ચે થઈ દેવા વાળી
વડોદરા શહેરના લાલબાગ બ્રિજ નીચે વસવાટ કરતા શ્રમિકો વચ્ચે આજે સાંજે છુટ્ટા હાથની મારામારી થઈ હતી,જો સમગ્ર મામલે વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં આવેલા તમામ બ્રિજ ગેરકાયદે દબાણકર્તાઓ અને અસામાજિક તત્વો ના અડ્ડા બની ગયા છે ત્યારે આજે સાંજના સમયે લાલબાગ બ્રિજ નીચે ગેરકાયદે વસવાટ કરતા શ્રમિકો અચાનક બાખડયા હતા,કોઈ ક કારણોસર આ શ્રમિકો દંડા લઈને એક બીજા પર તૂટી પડ્યા હતા અને ભારે હંગામો મચાવ્યો હતો,