વડોદરા પૂર્વ: વડાપ્રધાન આવતા એરપોર્ટના મુસાફરો અટવાયા,કહ્યું સાહેબ અમારી ફ્લાઇટ છૂટી જશે
વડાપ્રધાન આજે સાંજે વડોદરા એરપોર્ટ ખાતે આવવાના હોય શહેર પોલીસ ધ્વારા એરપોર્ટ બહારનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો જેમાં કારણે કેટલાક મુસાફરો ની ફ્લાઇટ છૂટી જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી,વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે ત્યારે આજે તેઓ સાંજના સમયે વડોદરા એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા,જોકે વડાપ્રધાન નું આગમન કેટલાક પેસેન્જરો માટે આફત રૂપ સાબિત થયું હતું.