હાલ સમગ્ર ભારતમાં સાયબર માફીયાઓ બેફામ બન્યા છે. અને તેનું નેટવર્ક તોડવામાં ક્યાંક ને ક્યાંક પોલીસ નો પન્નો પણ ટૂંકો પડી રહ્યો છે. પરંતુ હવે જ્યારે સાઇબર માફિયાઓનું નેટવર્ક તોડવા માટે NCCRR ઉપર મળેલી ફરિયાદોના આધારે જે જે બેંકના ખાતાઓમાં સાઈબર ફ્રોડની રકમો જમા થયેલી છે તે બેંકના ધારકોને પકડી પકડીને પોલીસ ગુના દાખલ કરી રહી છે. ત્યારે સમગ્ર દેશમાં 253 કરોડના સાયબર ફ્રોડ ની રકમ જુનાગઢ રેન્જમાં બેંક ખાતામાં જમા થયેલ હોવાનો ઘટ સ્પોટ થયો છે.