હાલોલ ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે ટીંબી ત્રણ રસ્તા પાસેથી વિદેશી દારૂનો જથ્થો લઈને જતી ઝડપી પાડી તેમાંથી પ્લાસ્ટિકના કવાટરિયા 350 નંગ જેની કિ.44,800 તેમજ ઈકો કાર કિ. 2,50,000 મળી કુલ 2,94,800 ના મુદામાલ સાથે ઈકો કાર ચાલક જીતેશ રાઠવાને ઝડપી તેની સામે પ્રોહિબિશન નો ગુનો નોંધી તપાસ હાથધરી છે.