દલપુર લૂંટનો ભેદ ઉકેલાયોફાઈનાન્સ કર્મચારી પાસેથી ₹7.88 લાખની, લૂંટ કરનાર 6 આરોપી LCBની પકડમાં પ્રાંતિજના દલપુર નજીક એક સપ્તાહ અગાઉ પ્રાંતિજ થી હિંમતનગર તરફ જઈ રહેલ બાઈક સવાર ફાયનાન્સ એજન્ટને આંખમાં મરચું નાખી અને માથામાં લાકડી ફટકારી નીચે પાડી દઈ લૂંટ આચરવામાં આવી હતી. આ દરમિયાન ૭,૮૮,૦૦૦ રૂપિયાની રોકડ રકમની લૂંટ આચરવામાં આવી હતી. લૂંટની ઘટનાને પગલે પ્રાંતિજ પોલીસ અને સાબરકાંઠા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા લૂંટની ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી હતી.