બારડોલી: વિધાનસભાની ૧૫૦ મી સરદાર યુનિટી માર્ચ પદયાત્રાને અકોટી ગામેથી પ્રસ્થાન કરાવતા ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર
Bardoli, Surat | Nov 19, 2025 દેશની એકતાના પ્રતિક સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે બારડોલી વિધાનસભા વિસ્તારની 'સરદાર @ ૧૫૦ યુનિટી માર્ચ' પદયાત્રાને બારડોલીના અકોટીગામથી ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર અને જિલ્લા પ્રમુખશ્રીમતી ભાવિનીબેન પટેલે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અકોટી ગામથી સ્વરાજ આશ્રમ બારડોલી સુધીની ૧૩ કિલોમીટરની એકતા પદયાત્રા પૂર્ણ થઈ હતી. અકોટી થી બારડોલી સુધીમાં વિવિધ સ્થળો પર સ્વાગત કર્યું