કપરાડા: કપરાડાના કાકડ કોપરથી 4.550 કિલોગ્રામ પોષડોડાના જથ્થા સાથે એક ઝડપાયો, કુલ. 60.150નો મુદ્દામાલ કબજે
Kaprada, Valsad | Sep 15, 2025 જિલ્લા સ્પેશ્યિલ ઓપરેશન ગૃપની ટીમ NDPSના ગુના નાથવા માટે પેટ્રોલિંગમાં ફરી રહી હતી તે દરમિયાન મળેલી બાતમી આધારે પોલીસે નાનાપોંઢા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા કાડક કોપર ગામે ખોરી ફળિયા, ગ્રામ પંચાયતના ગેટની સામે આવેલ મુકેશ કિરાણાની દુકાન ઉપર આવેલા રૂમમાંથી 4.550 કિલોગ્રામ પોષડોડાના માદક પદાર્થ સાથે મુકેશસિંહ નરસિંહ રાજપુરોહિત ઉ.વ. 32ને ઝડપી પાડ્યો હતો.