જિલ્લા પોલીસ વડા સહિતના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓએ રકતદાન કર્યું
Mahesana City, Mahesana | Sep 16, 2025
'ઓપરેશન સિંદૂર' ની સફળતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે એક વિશાળ રક્તદાન શિબિરનું આયોજન હાલમાં વિવિધ વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. ત્યારે મહેસાણા ના આત્મારામ કાકા ફિઝિયો થેરાપી સેન્ટર ખાતે જિલ્લાના અનેક પોલીસ કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રક્તદાન શિબિરમાં પોલીસ કર્મીઓને પ્રોત્સાહન આપવા માટે મહેસાણાના જિલ્લા પોલીસ વડા (SP) હિમાંશુ સોલંકીએ પોતે રક્તદાન કરીને સૌને પ્રેરણા આપી હતી.