માન દરવાજા વિસ્તારમાંથી રવિવારે ચોરીના 11 વાહનો સાથે આરોપી શાકિર ઉર્ફે અંધા રહેમાન શેખને સલાબતપુરા પોલીસે ઝડપી પાડ્યો હતો.પોલીસ પૂછપરછમાં સલાબતપુરા પોલીસ ચોપડે નોંધાયેલ વાહન ચોરીના છ ગુન્હામાં ભેદ ઉકેલાઈ ગયા હતા.જ્યાં અન્ય વાહનો ક્યાંથી ચોરી કર્યા હતા તેની વધુ તપાસ સલાબતપુરા પોલીસે હાથ ધરી છે.