ઉત્તરાયણ તહેવાર પૂર્વે જ લોકોના પતંગની દોરીથી ગળા કપાયા છે.24 કલાકમાં 3 વાહનચાલકો પતંગની દોરીથી ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે.કેલનપુર પાસે રાજપીપળાના સુરેશ રાણાને દોરીથી ઇજા પહોચી હતી.જેતલપુર બ્રિજ પાસેથી પસાર થતા કમલ જીંગરને પણ પતંગની દોરીથી ઇજા પહોંચી છે.આજવા રોડ સરદાર એસ્ટેટ પાસે અજય વાઘેલાનું પતંગની દોરીથી ગળું કપાયું હતું.ત્રણેય ઇજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.