ઓલપાડ: સ્વામિનારાયણ મંદિર ખાતે ચોરી કરનાર બે આરોપીઓ ઝડપાયા.
Olpad, Surat | Oct 13, 2025 સુરત ગ્રામ્ય પોલીસે ઓલપાડ સ્વામિનારાયણ મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. ગત 11 ઓક્ટોબર, 2025 ના રોજ ઓલપાડ સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં ચોરી થઈ હતી. બે અજાણ્યા ઈસમો મંદિરમાંથી ચોરી કરીને ફરાર થઈ ગયા હતા, જે અંગે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.