ભુજ શહેરમાં આવેલી જમીનના દસ્તાવેજમાં ખોટી ચતુર્દીશા દર્શાવી બે આરોપીઓએ જમીન પચાવી પડવાનો કારશો રચતા મામલો પોલીસ મથકે પહોચ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી ચેતનભાઈ મણિલાલ ઠકકરે ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકે આરોપી કિશોર ચંદુલાલ મોરબીયા અને મનોજ અશ્વિનભાઈ ગોર વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ માપણીમાં નકશો બનાવતી વખતે ભુજ શહેર સર્વે નં.778/1 તથા ભુજ શહેર સર્વે નં. 778/2 ઉલટ-સુલટ લખાયેલ છે. આરોપીએ સર્વે નં.802/2 વાળી જમીન મનોજ ભાઇ