અબડાસા: નલિયા ૧૪.૫ ડિગ્રી સાથે રાજ્યમાં બીજા ક્રમે, અંજાર ત્રીજા ક્રમે
Abdasa, Kutch | Nov 14, 2025 કચ્છમાં હજુ શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત થઈ નથી, પણ લોકોને મોડી રાત્રિ અને વહેલી સવારનાં ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. નલિયા ૧૪.૫ ડિગ્રી સાથે રાજ્યના અમરેલી બાદ બીજા નંબરનું ઠંડું મથક નોંધાયું હતું. તો કંડલા એરપોર્ટ વિસ્તાર ત્રીજા ક્રમે રહ્યો હતો