ભુજ: જિલ્લાનાના બે મામલતદારોની બદલી
Bhuj, Kutch | Nov 21, 2025 ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વહિવટી નિયંત્રણ હેઠળના મામલતદાર વર્ગ-રમાં ફરજ બજાવતા અધિકારીઓની જાહેરહિતમાં બદલીના હુકમ કરાયા છે. રાજયના કુલ્લ ૩૯ મામલતદારની બદલી કરવામાં આવી છે, જેમાં કચ્છ જિલ્લા પીઆરઓ તરીકે ફરજ બજાવતા હરેશ બી. વાળાને લીલિયા જિ. અમરેલીમાં મામલતદાર તરીકે મૂકાયા છે. જ્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ મામલતદાર सी. આર. નિમાવતને મોરબી ગ્રામ્યના મામલતદાર તરીકે મૂકાયા છે