મહર્ષિ ભૃગુઋષિની તપોભૂમિ ભરૂચ ખાતે ઉત્તરપ્રદેશનાં બલિયા જિલ્લાનાં સાંસદ સનાતન પાંડેજી આજે સવારના અરસામાં આવી પહોંચ્યા હતા.બલિયાનાં સાંસદ સનાતન પાંડેજીએ બલિયાનાં ભૃગુ મંદિરે થી આશીર્વાદ લઈ ભૃગુ તીર્થ ખાતે પોતાની યાત્રાનો પ્રારંભ કર્યો હતો અને ભરૂચ આવ્યા બાદ ભૃગુ ઋષિ મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.