કાલોલ: મહાકાલી મંદિરના પરિસરમાં ચૈત્રી નવરાત્રીએ 125 કુંવારીકાઓનું જીલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ દ્વારા પૂજન કરવામાં આવ્યું
તાજેતરમાં ચૈત્રી મહાનવરાત્રી પર્વ ચાલી રહ્યું છે ત્યારે સૌ ભક્તો માં શક્તિની ઉપાસના, આરાધના અને પૂજનનો ભારે મહિમા ધરાવે છે ત્યારે કાલોલ પાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલ પંચમહાલ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ શેફાલીબેન ઉપાધ્યાયએ તેમની શક્તિ ઉપાસનાની અનોખી ભાવનાએ બુધવારે ચૈત્રી સુદ સાતમના મહિમાસભર શહેરના મહાકાળી મંદિર ખાતે ૧૨૫ બાલ કુંવારીકાઓનું પૂજન કર્યું હતું.