બે દિવસ પહેલા અલથાણમાં આવેલ હોટલમાં બર્થ ડે પાર્ટી યોજાઈ હતી.જાણીતા બિઝનેસમેન ની આ પાર્ટી હતી.જે પાર્ટીમાં આવેલ નબીરાની કારમાંથી નવ બિયર ના ટીન અને દારૂ મળી આવ્યો હતો.જે કારમાં દારૂ પાર્ટીની ચર્ચા હતી.દ્રામયણ સ્થળ પર પોલીસે કારમાંથી બિયરનો જથ્થો જપ્ત કરી નબીરાને અટકાયતમાં લેતા હોબાળો મચી ગયો હતો.જ્યાં નબીરા અને.તેની સાથેની અન્ય બે મહિલાઓએ પોલીસ જોડે જીભાજોડ કરી હતી.જે વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.છતાં પોલીસે સામાન્ય કલમો લગાવી હતી.