રાણપુર: તાલુકાના હડમતાળા ગામે જુગાર રમતા 6 ઇસમોને પોલીસે 10,180 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા
Ranpur, Botad | Mar 19, 2025 બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનના PI એસ.એ.પટેલની સુચના મુજબ રાણપુર પોલીસ સ્ટેશનના PSI એચ.એ.વસાવા તેમજ પોલીસ સ્ટાફ ના માણસોએ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે રાણપુર તાલુકાના હડમતાળા ગામે સરકારી શાળાની બાજુમાં ખુલ્લી જગ્યામાં ગંજી પતાવડે તીનપત્તીનો હાર જીતનો જુગાર રમતા 6 ઈસમોને રોકડા ₹10,180 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ વિરૂધ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.