આજે તારીખ 05/01/2026 સોમવારના રોજ સાંજે 6 કલાકે આપ દ્વારા આપેલ માહિતી અનુસાર ઝાલોદ ખાતે આમ આદમી પાર્ટીને વધુ મજબૂતી મળતી જોવા મળી રહી છે.ઝાલોદ આમ આદમી પાર્ટીના વિધાનસભા પ્રમુખ અનિલ ગરાસીયાના હસ્તે ધાવડીયા ગામના માજી સરપંચ સુરેશભાઈ ભાભોર તેમજ મોટીહાંડી ગામના રાજકીય અગ્રણી રૂકેશભાઈએ આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે સત્તાવાર રીતે જોડાણ કર્યું.