ઉમરપાડા: ઉમરપાડા તાલુકા પંચાયત પરિસર તથા ઓફિસની સાફ-સફાઈ કરવામાં આવી,TDO હાજર રહ્યા
Umarpada, Surat | Sep 22, 2025 સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ પખવાડીયા અંતર્ગત ઉમરપાડા તાલુકા પંચાયત ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. જેના ભાગરૂપે તાલુકા વિકાસ અધિકારી સહિતના કર્મચારીઓએ સાથે મળીને તાલુકા પંચાયત કેમ્પસની સાફ-સફાઈ કરી હતી. પંચાયતની વિવિધ શાખાઓની ઓફિસની સાફસફાઈ કરી સ્વચ્છતા શપથ લીધા હતા.