જૂનાગઢ તાલુકાના મેવાસા ગામે આજે એક ભવ્ય અને ધાર્મિક કાર્યક્રમમાં નવનિર્મિત 'પૂજ્ય ગોપાલાનંદ બાપુ ગૌ શાળા'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ગૌ માતાના સંવર્ધન અને જતન માટે શરૂ કરાયેલી આ ગૌ શાળાના ઉદ્ઘાટન પ્રસંગે આસપાસના ગ્રામજનો અને સંતો-મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ શુભ પ્રસંગે પૂજ્ય મુક્તાનંદ બાપુ દ્વારા કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરી વિધિવત રીતે ગૌ શાળાને ખુલ્લી મુકવામાં આવી હતી.