જિલ્લામાં રાણાવાવ, કુતિયાણા અને પોરબંદરમાં બાળ કૂપોષણ સારવાર કેન્દ્ર કાર્યરત છે. અને અહી છેલ્લા ત્રણ વર્ષમાં 514 બાળકોને લાભ અપાયો છે. બાળ સંજીવની કેન્દ્રમાં સતત 14 દિવસ સુધી બાળકોની સારસંભાળ લેવાની સાથે દર બે કલાકે પૌષ્ટીક ખોરાક આપી, વજન ઉંચાઇ માપી બોડી, પેશાબ, લોહી ચેકપ અને શરીરનો એક્ષરે લઇ દરેક રીપોર્ટ કરાઇ છે.