ખેરાલુ: ખેરાલુ સેવાસદન તેમજ ધરોઈ ખાતે સંકલન બેઠક યોજાઈ
ધરોઈ ખાતે સંકલન બેઠક યોજાઈ હતી જેમાં તાલુકાના વિકાસને આગળ વધારવા તેમજ યોજનાઓની અમલવારી માટે ચર્ચાઓ કરવામાં આવી હતી. તો સાંજે ખેરાલુ સેવાસદન હોલ ખાતે પણ સમિતિની બેઠક મળી હતી અને ખેરાલુ તાલુકાના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી,પ્રાંત અધિકારી અમિત ચૌધરી,મામલતદાર પલક દેસાઈ,ટીડીઓ કલ્પેશ ભાટિયા, રજનકાંત બ્રહ્મભટ્ટ,સર્કલ ઓફિસર વિક્રમ ચૌધરી સહિત અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા હતા.