કોડીનાર: કોડીનાર અંબુજા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે અદાણી હોસ્પિટલ અંબુજાનગર ખાતે મેગા આરોગ્ય કેમ્પ યોજાયો
17 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર કાર્યક્રમ નિમિત્તે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જીલ્લા આરોગ્ય વિભાગ અને અંબુજા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે મેગા આરોગ્ય કેમ્પનું અંબુજા ફાઉન્ડેશન અને અદાણી હોસ્પિટલ અંબુજાનગર, કોડીનાર ખાતે આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગીર સોમનાથ જિલ્લા પંચાયત નાં પ્રમુખ શ્રીમતી મંજુલાબેન મૂછાર, ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય અધિકારીઓ તેમજ પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા.તેમજ મેગા આરોગ્ય કેમ્પનો લાભ લીધો