થરાદ: થરાદમાં કાદવમાં ફસાયેલી ગાયનું રેસ્ક્યુ,ફાયર બ્રિગેડ અને સ્થાનિકોએ જીવ બચાવ્યો
થરાદ વાવ હાઇવે રોડની બાજુમાં ટાટા વર્કશોપ નજીક કાદવમાં ફસાયેલી એક ગાયને થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડ અને સ્થાનિકોની મદદથી સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી.ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું હતું કે, ગાય ઘણા સમયથી પાણી અને કાદવમાં ફસાયેલી હતી. સ્થાનિકો અને રાહદારીઓએ તેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ઊભી થઈ શકતી ન હોવાથી બહાર નીકળી શકી ન હતી અને તેની હાલત નાજુક બની હતી