વડોદરા: દારૂડિયાઓ ની જાહેરમાં મારામારી અને ગાળાગાળી થતા પોલીસનું નાક કપાયું
ગોત્રી મુખ્ય માર્ગ ઉપર દારૂના નશામાં યુવકોનું તોફાન!... શહેરમાં પોલીસનો હવે માથાભારે તત્વોને કોઈ જાતનો ડર રહ્યો નથી ત્યારે શહેરમાં વધુ એક જાહેરમાં ગાળાગાળી અને મારામારીના દૃશ્યો વાયરલ થયા છે.જેના કારણે નાગરિકોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. સમગ્ર મામલાની પોલીસને જાણ થતા લક્ષ્મીપુરા પોલીસે દોડધામ કરી મૂકી હતી. ત્યારે શું દારૂના નશામાં જાહેરમાં હંગામો કરનારા સામે થશે કડક કાર્યવાહી? તે એક મોટો સવાલ છે.