થરાદ: ઇઢાટા ડિસ્ટ્રીકમાં પાણી શરૂ:ધરણીધર તાલુકાના ગામોને રવિ સિઝન માટે પાણી ઉપલબ્ધ થશે
ધરણીધર તાલુકાના સરહદીય વિસ્તારના ઢીમા, પ્રતાપુરા, ભાખરી અને સપરેડા સહિતના ગામડાઓને ઇઢાટા ડિસ્ટ્રીકમાં પાણી મળવાનું શરૂ થયું છે. આનાથી ખેડૂતોને રવિ સિઝન માટે પૂરતું પાણી ઉપલબ્ધ થશે.ખેડૂતો ઘણા દિવસોથી આ પાણીની રાહ જોઈ રહ્યા હતા. ડિસ્ટ્રીકની સાફ-સફાઈનું કામ પૂર્ણ થયા બાદ આજે પાણી છોડવામાં આવ્યું છે.