ખેરાલુ: ડભાડ અને લુણવા રાજપુરમાં ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને સ્નેહમિલન યોજાયા
ખેરાલુના ડભાડ અને લુણવા રાજપુર ગામે સ્નેહ મિલન યોજાયા હતા જેમાં ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ હાજરી આપી લોકો સાથે મુલાકાત કરી હતી. ડભાડ અને લુણવા રાજપુરમાં મોટી સંખ્યામાં સામાજીક આગેવાનો હાજર રહ્યા હતા. ધારાસભ્યે આગેવાનો સાથે મુલાકાત કરી શુભકામનાઓ પાઠવી ગામોના વિકાસ અને નવા કાર્યો માટે પણ વાતચીત કરી હતી. વરસાદી વાતાવરણ હોવાથી સ્નેહમિલનોમાં વિલંબ જોવા મળી રહ્યો છે. હવે વરસાદ બંધ થતાં સ્નેહમિલન યોજાય રહ્યા છે તો તાલુકાના ખેડુતોની પણ ચર્ચાઓ થઈ હતી