પાંડેસરામાંથી બનાવટી ચલણી નોટો સાથે ઝડપાયેલા ત્રણ આરોપીઓ ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર
Majura, Surat | Oct 12, 2025 પાંડેસરા ના હરીઓમ નગર ખાતેથી પાંડેસરા પોલીસ દ્વારા 500,200 અને 100 ના દરની બનાવટી ચલણી નોટો સાથે ત્રણ આરોપીઓને શનિવારના રોજ ઝડપી પાડ્યા હતા.જે આરોપીઓને સુરત કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.આરોપીઓ નારાયણ પ્રજાપતિ, મૂળારામ પ્રજાપતિ અને દિનેશ પ્રજાપતિ મૂળ રાજસ્થાનના વતની છે અને અગાઉ તેઓએ 30,000 ની બનાવટી છેલ્લી નોટો પણ પોતાના વતન મોકલાવી છે. જે અંગેની વધુ તપાસ પાંડેસરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.