વડોદરા: વોર્ડ 14માં ખાડાઓની ભરમાર,લોકોએ ફુલહારથી સ્વાગત કરી ખાડોત્સવ મનાવ્યો
વડોદરા : વોર્ડ નંબર 14 ઇદગાહ મેદાનથી પ્રતાપ નગર સુધીના વિસ્તારમાં સંખ્યાબંધ ખાડા નિર્માણ પામ્યા છે.અહીંથી પસાર થતા લોકોની કમરમાં દુખાવો કમરના મણકા ખસી ગયા હોવાના આક્ષેપ સાથે વિસ્તારના આગેવાનો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.ખાડાઓનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું અને ખાડોત્સવ મનાવવામાં આવ્યો સાથે આક્ષેપ કર્યા હતા કે ભાજપ જે રીતે ઉત્સવ મનાવે છે તો કદાચ એમણે પણ આ રીતે ખાડોત્સવ માનવવો જોઈએ તેમ કહી વહેલી તકે ખાડા પૂરવામાં આવે તેવી માંગ કરી હતી.