ધ્રાંગધ્રા: ધાંગધ્રા-હળવદ હાઇવે પર ગેરકાયદેસર હોટલ ઉપર તંત્રનો બુલડોઝર સરકારી જમીન પર કબ્જો કરનાર સામે વહીવટી તંત્રની કડક કાર્યવાહી
ધાંગધ્રા-હળવદ હાઇવે પર સંસ્કારધામ ગુરુકુળ સામે છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહેલી માધવ હોટલ-ટી સ્ટોલ સામે અંતે વહીવટી તંત્રે કડક કાર્યવાહી હાથ ધરી હતી. સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઉભી કરાયેલી હોટલ અંતે પ્રાંત અધિકારી કાર્યાલય દ્વારા હોટલ માલિકને નોટિસ પાઠવી જરૂરી દસ્તાવેજો રજૂ કરવાની માગ કરવામાં આવી હતી જેને લઇને તંત્ર દ્વારા હોટલ તોડી પડાઈ