સાયલા: સાયલાના જુના જસાપર જંગલમાંથી બ્લેક ટ્રેપના જથ્થા સાથે બે શખ્સની ધરપકડ કરી વન વિભાગની મોટી કાર્યવાહી કરી
સાયલા તાલુકામાં વન વિભાગે મોટી કાર્યવાહી કરી છે. વિભાગે જુના જસાપર જંગલ વિસ્તારમાંથી ગેરકાયદે બ્લેક ટ્રેપ અને રેફાનો જથ્થો જપ્ત કર્યો છે. આ કેસમાં બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.નાયબ વન સંરક્ષક તુષારકુમાર પટેલ અને મદદનીશ વન સંરક્ષક સ્વપ્નીલકુમાર પટેલની સૂચના મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મુળી રેન્જ ફોરેસ્ટ ઓફિસર જસવંતભાઈ ગાંગડિયાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી.પેટ્રોલિંગ દરમિયાન જુના જસાપર ગામના જંગલ વિસ્તારમાંથી તપાસ કરી