ઉધના: સુરત: ૬૦ કરોડનો લિંબાયત અંડરબ્રિજની ૭ મહિનામાં જ જાળીઓ તૂટી, કોન્ટ્રાક્ટરના હલકી કક્ષાના કામ સામે રોષ
Udhna, Surat | Oct 5, 2025 સુરત શહેરમાં કરોડોના ખર્ચે બનેલા જાહેર પ્રોજેક્ટ્સની ગુણવત્તા પર ફરી એકવાર સવાલ ઉઠ્યા છે. મનપા દ્વારા લિંબાયતમાં નીલગીરીથી નવાગામ તરફ જવા માટે રેલવે લાઇન નીચે બનાવવામાં આવેલો રૂ. ૬૦ કરોડનો અંડરબ્રિજ તેના લોકાર્પણના માત્ર સાત મહિનાની અંદર જ ક્ષતિગ્રસ્ત થયો છે. બ્રિજના શરૂઆતના ભાગમાં નીચે મૂકવામાં આવેલી જાળીઓ તૂટી જવાના કારણે મનપા દ્વારા તાત્કાલિક અસરથી બ્રિજને બંધ કરી દેવાયો છે.