વિસનગર: જય સરદાર'ના નાદ સાથે વિસનગરમાં રાજકીય એકતા: સરદાર પટેલની 150મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી!
વિસનગર: અખંડ ભારતના શિલ્પી, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે વિસનગર શહેરના કાંસા ચોકડી વિસ્તારમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ભાજપ, કોંગ્રેસ સમિતિ અને SPG ગ્રુપના સભ્યો ઉત્સાહભેર જોડાયા હતા.