રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આણંદ એન.ડી.ડી.બી. ખાતેથી ડૉ.હેનિમેન એપ્લાઇડ હોમિયોપેથી ઓનલાઇન અભ્યાસક્રમ અને ઓર્ગોનન ઓફ મેડિસિન ડિજિટલ ડેવલપમેન્ટ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા હોમિયોપેથી અભ્યાસક્રમનો વ્યાપ વધે તે માટે સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા. રાજ્યપાલશ્રીના હસ્તે ૪૫ જેટલા નિષ્ણાત તબીબોનું સન્માન કરવામાં આવ્યું હતું.