ડાંગ જિલ્લામાં વનબંધુ યોજના હેઠળ 200 લાભાર્થીઓને મળ્યું પોતાના સ્વપ્નનું ઘર
ડાંગ જિલ્લામાં૨૦૨૩/૨૪ માં ૨૦૦ લાભાર્થીઓને બંધુ યોજના હેઠળ પોતાના સ્વપ્નનું ઘર આ યોજના તળે મળવા પામ્યું છે. ડાંગ જિલ્લામાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આજ દિન સુધી કુલ ૭૧૯ જેટલા 'વનબંધુ આવાસ' મંજૂર કરવામાં આવ્યા છે. વિગતે જોઈએ તો સને ૨૦૨૦/૨૧ દરમિયાન જિલ્લાના ૨૬ લાભાર્થીઓ, સને ૨૦૨૧/૨૨ માં ૨૨૦, અને ૨૦૨૨/૨૩ માં ૨૭૩, તથા સને ૨૦૨૩/૨૪ માં ૨૦૦ લાભાર્થીઓને પોતાના સ્વપ્નનું ઘર આ યોજના તળે મળવા પામ્યું છે.