જૂનાગઢ: પોરબંદર-માંગરોળ હાઇવે નજીક વરામબાગ પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે કુલ ₹69 લાખના મુદામાલ સાથે 1 ઈસમની ધરપકડ કરાઇ
જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઇ કૃણાલ પટેલ તથા સ્ટાફના માણસોને બાતમી મળેલ કે પોરબંદર માંગરોળ હાઇવે પર અશોક લેલન ટ્રક નંબર UP 42 DT 3189 માં બહારના રાજ્યમાંથી ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો આવેલ છે. જે ટ્રક પોરબંદર તરફ જતા રસ્તે વરામબાગ સામે છે. તેવી ચોક્કસ હકીકતના આધારે જગ્યા એ તપાસ કરતા ટ્રક સાથે અફઝલ અલી સફાતઅલી મન્સૂરીને ઝડપી કાર્યવાહી કરી છે.