મધ્ય પ્રદેશના ગવાલીયરમાં ડૉ. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનો ફોટો અને ભારતીય સંવિધાન સળગાવવાના વિરોધમાં આજરોજ તા. 06/01/2026, મંગળવારે બપોરે એક વાગે ધોળકા ખાતે માફલીપુર ચાર રસ્તા ખાતે બહુજન સમાજ પાર્ટી ધોળકા યુનિટ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં BSP ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.