કલોલના પિયજ રેલવે ગરનાળા પાસે ડમ્પર-એકટીવા વચ્ચે અકસ્માત, 1નું મોત, મહિલા ગંભીર ઈજાગ્રસ્ત, ડ્રાઈવર ફરાર
Kalol City, Gandhinagar | Sep 16, 2025
ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે પિયજ રેલ્વે ગરનાળા પાસે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, બેફામ ડમ્પર ચાલકે એકટીવા ચાલકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એકટીવા ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે મહિલા સવારને ગંભીર ઈજા થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અકસ્માત બાદ ડમ્પર ચાલક ડમ્પર મૂકીને ફરાર થઈ ગયો છે. કલોલ તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.