મહુવા: મહુવા નવા પુલ ઉપર બે વાહનો વચ્ચે અકસ્માત.
Mahuva, Surat | Oct 6, 2025 સૂત્રો દ્વારા પાપ્ત થતી વિગત મુજબ અનાવલ થી બારડોલી જતા માર્ગ ઉપર મહુવા ટાઉનમાં પૂર્ણાં નદી ઉપર બનાવવામાં આવેલ નવા પુલ ઉપર એક પીકઅપ ગાડી MH.15.JC.2393 અને ફોરવિલર કાર નંબર GJ.05.RU.2701 વચ્ચે સામ સામે જબરજસ્ત ટક્કર સર્જાઈ હતી.અકસ્માતમાં ઇજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ મહુવા પોલીસ ને થતાં મહુવા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.