ઉધના: સુરતથી વતન જતા મુસાફરો માટે એસ.ટી. નિગમની ખાસ વ્યવસ્થા
Udhna, Surat | Sep 21, 2025 દિવાળીના તહેવારોમાં સુરતથી પોતાના વતન જતા હજારો મુસાફરોની સુવિધા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરત એસ.ટી. વિભાગ દ્વારા 16 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર દરમિયાન 1600થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. આ બસો સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પંચમહાલ અને અન્ય વિસ્તારો માટે દોડશે, જેથી લોકોને સરળતાથી તેમના ઘરે પહોંચાડી શકાય.