તારાપુર તાલુકાના મહિયારી ગામના ભીમજી ફળિયામાં રહેતા 24 વર્ષીય જયેન્દ્રસિંહ ઉર્ફે જયું ઉર્ફે ભોલુ ઉર્ફે ડીબી દિનેશભાઈ ચૌહાણ વિરુદ્ધ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ ખંભાતે હદપાર કરવાનો હુકમનો કર્યો હતો.જેમાં સબ ડિવિઝન મેજિસ્ટ્રેટે આરોપીને 22/7/2025ના રોજ બે વર્ષ માટે આણંદ,ખેડા, અમદાવાદ ગ્રામ્ય, વડોદરા જિલ્લાના હદ વિસ્તારથી તડીપાર કરતો હુકમ કર્યો હતો. તેમ છતાંય આરોપી મહિયારી ગામના ભીમજી ફળિયામાં રહેણાંક મકાને જ રહેતો હતો.