વડનગર: વડનગર સિવિલથી પીએમ મોદીના જન્મદિવસ પર નેત્રદાન રેલી યોજાઈ
વડનગર ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં વડનગર સિવિલ ખાતેથી નેત્રદાન રેલી યોજી શહેરી જનોને જાગૃત કરવામાં આવ્યા હતા. સિવિલ ખાતેથી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને ડોક્ટર્સ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નેત્રદાનની સાથે,દેહદાન,રક્તદાન પ્લેકાર્ડ પણ શામેલ હતાહ રેલીમાં સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો.હર્ષિદ પટેલ,પીએમના ભાઈ સોમાભાઈ મોદી,ઉંઝા ધારાસભ્ય કેકે પટેલ,તાલુકા આરોગ્ય અધિકારી,નગરપાલિકા પ્રમુખ ભાજપ નેતાઓ કાર્યકર્તાઓ જોડાયા હતા.