લાંઘણજ મામાપુરા રબારીવાસ સ્થિત ચેહર માતાજીના મંદિરમાં ચોરી
Mahesana City, Mahesana | Oct 31, 2025
મહેસાણા જિલ્લાના લાંઘણજ મામાપુરા રબારીવાસ સ્થિત સુપ્રસિદ્ધ ચેહર માતાજીના મંદિરમાં તસ્કરોએ હાથફેરો કરીને ભક્તોની આસ્થા પર ઘા કર્યો છે. અજાણ્યા ચોરોએ મંદિરને નિશાન બનાવીને રૂ. ૧.૯૮ લાખની કિંમતની કિંમતી મત્તાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે, જેના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.